Saturday, May 29, 2021

જીએસટી પરિષદની 43મી બેઠકની ભલામણો

 1.વિલંબિત  રિટર્ન માટે લેટ ફીના સંબંધમાં કરદાતાઓને રાહત પ્રદાન કરવા માટેની માફી યોજના :

કરદાતાઓને રાહત પ્રદાન કરવા માટે જુલાઈ, 2017થી એપ્રિલ, 2021 સુધીના કરવેરાના ગાળા માટે ફોર્મ GSTR-3B રજૂ ન કરવા બદલ લેટ ફી ઘટાડવામાં આવી છે / માફ કરવામાં આવી છે, જે નીચે મુજબ છેઃ

I. કરવેરાના કથિત સમયગાળા માટે કરવેરો અદા કરવાની કોઈ પણ જવાબદારી ન ધરાવતા હોય એવા કરદાતાઓ માટે રિટર્નદીઠ મહત્તમ રૂ. 500/- (સીજીએસટી અને એસજીએસટી એમ દરેક માટે રૂ. 250/-)ની લેટ ફીની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે;

II. અન્ય કરદાતાઓ માટે રિટર્ન દીઠ રૂ. 1000/- (સીજીએસટી અને એસજીએસટી એમ દરેક માટે રૂ. 250/-)ની લેટ ફીની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે

જો આ કરવેરાના ગાળા માટે GSTR-3B રિટર્ન 01.06.2021થી 31.08.2021 વચ્ચે રજૂ કર્યા હશે, તો લેટ ફીનો ઘટાડેલો દર લાગુ પડશે. 


2. સીજીએસટી ધારાની કલમ 47 હેઠળ લાગુ લેટ ફીને તર્કબદ્ધ કરવામાં આવી:

નાનાં કરદાતાઓ માટે કરદાતાઓની કરવેરાની જવાબદારી/ટર્નઓવર સાથે લેટ ફીને સુસંગત કરવા લેટ ફીની ટોચમર્યાદા તર્કબદ્ધ કરવામાં આવી છે, જે નીચે મુજબ છેઃ

A. The late fee for delay in furnishing of ફોર્મ GSTR-3B અને ફોર્મ GSTR-1 રજૂ કરવામાં વિલંબ બદલ રિટર્નદીઠ લેટ ફી નીચે મુજબ છે:

(i)   GSTR-3Bમાં કરવેરાની નિલ (શૂન્ય) જવાબદારી ધરાવતા કરદાતાઓ માટે  અથવા GSTR-1માં નિલ આઉટવર્ડ સપ્લાય્સ ધરાવતા કરદાતાઓ માટે લેટ ફીની ટોચમર્યાદા રૂ. 500 (રૂ. 250 સીજીએસટી + રૂ. 250 એસજીએસટી) લાગુ પડશે

(ii)  અન્ય કરદાતાઓ માટે:

1. અગાઉના વર્ષમાં રૂ. 1.5 કરોડ સુધીનું કુલ વાર્ષિક ટર્નઓવર (એએટીઓ) ધરાવતા કરદાતાઓ માટે લેટ ફીની ટોચમર્યાદા મહત્તમ રૂ. 2000 (1000 સીજીએસટી + 1000 એસજીએસટી) લાગુ પડશે;

2. અગાઉના વર્ષમાં રૂ. 1.5 કરોડથી રૂ. 5 કરોડ વચ્ચેનું એએટીઓ ધરાવતા કરદાતાઓ માટે લેટ ફીની ટોચમર્યાદા મહત્તમ રૂ. 5000 (2500 સીજીએસટી + 2500 એસજીએસટી) લાગુ પડશે;

3. અગાઉના વર્ષમાં રૂ. 5 કરોડથી વધારેનું એએટીઓ ધરાવતા કરદાતાઓ માટે લેટ ફીની ટોચમર્યાદા મહત્તમ રૂ. 10000 (5000 સીજીએસટી + 5000 એસજીએસટી) લાગુ પડશે.


B. કમ્પોઝિશન કરદાતાઓ દ્વારા ફોર્મ GSTR-4 રજૂ કરવામાં વિલંબ બદલ લેટ ફીની ટોચમર્યાદા રિટર્નદીઠ રૂ. 500 (રૂ. 250 સીજીએસટી + રૂ. 250 એસજીએસટી) લાગુ પડશે, જો રિટર્નમાં કરવેરાની જવાબદારી નિલ હોય, અને અન્યો માટે લેટ ફીની ટોચમર્યાદા રિટર્નદીઠ રૂ. 2000 (રૂ. 1000 સીજીએસટી + રૂ. 1000 એસજીએસટી) લાગુ પડશે


C. ફોર્મ GSTR-7 રજૂ કરવામાં વિલંબ બદલ ચુકવવાપાત્ર લેટ ફી ઘટાડીને દિવસદીઠ રૂ. 50 (રૂ. 25 સીજીએસટી + રૂ. 25 એસજીએસટી) લાગુ પડશે અને રિટર્નદીઠ મહત્તમ રૂ. 2000 (રૂ. 1000 સીજીએસટી + રૂ. 1000 એસજીએસટી) લાગુ પડશે.

ઉપરોક્ત તમામ દરખાસ્તો સંભવિત કરવેરાના આગામી ગાળાઓ માટે લાગુ પડશે જેની નોંધ લેવી.


The Finance Bill 2023 (Income Tax New Rates)

  The New Income Tax Rates are - Rs 0-3 Lakhs - Nil Rs 3-6 Lakhs - 5% Rs 6-9 Lakhs - 10% Rs 9-12 Lakhs - 15% Rs 12-15 Lakhs - 20% Above Rs 1...